જસ્ટિન ટ્રુડો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જસ્ટિન ટ્રુડો

જસ્ટિન પિએર જેમ્ઝ ટ્રુડો (જન્મ ડિસેમ્બર ૨૫, ૧૯૭૧) એક કેનેડિયન રાજકારણી છે જેઓ કેનેડાના ૨૩મા અને વર્તમાન વડાપ્રધાન અને લિબ્રલ પાર્ટીના નેતા છે. કેનેડાના ઇતિહાસમાં તેઓ જો ક્લાર્ક પછી બીજા જુવાન વડાપ્રધાન છે અને કેનેડાના ૧૫મા વડાપ્રધાન પિએર ટ્રુડોના દીકરા છે.[૧][૨][૩][૪]

ટ્રુડોનો જન્મ ઓટાવામાં થયો અને તેમણે પોતાનું શિક્ષણ જીન-ડી-બ્રીબીઅફ કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું. તેમણે ૧૯૯૪માં મેકગિલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. પાસ કરી અને ૧૯૯૮માં બ્રિટિશ કોલંબીયા યુનિવર્સિટીમાંથી બી.એડ. પાસ કરી. તેમની ગ્રેજુએશન પૂર્ણ કરવા પછી ટ્રુડો વાનકુંવરમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યા અને ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો અને પાછળથી પર્યાવરણીય ભૂગોળ વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.

પોતાના પિતાનું અવસાન પછી ટ્રુડો રાજકારણમાં આગળ વધ્યા અને ૨૦૦૮માં ફેડ્રલ ચૂંટણીઓ જીતી અને હાઉસ ઑફ કોમન્ઝમાં પેપેનિયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૨૦૦૯માં બિબ્રલ પાર્ટી તરફથી યુવા અને બહુસાંસ્કૃતિકવાદ મંત્રી બન્યા અને તે સાલમાં જ નાગરિકત્વ અને ઇમીગ્રેશન મંત્રાલયમાં નામાંકિત થયા. સાલ ૨૦૧૧માં તેમને માધ્યમિક શિક્ષણ, યુવા અને રમત મંત્રાલયમાં નામાંકિત થયા હતા. ૨૦૧૩માં ટ્રુડો લિબ્રલ પાર્ટીના નેતા બન્યા અને તેમના નેતળત્‍વ હેઠળ લિબ્રલ પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણી જીતી. આની સાથે, પાર્ટીએ કેનેડાના રાજરાણમાં ત્રીજાથી પ્રથમ સ્તર સુધીની સફર કરી અને ૩૬પરથી ૧૮૬ બેઠકો જીતી જે કેનેડિયન રાજકારણમાં આજ સુધી સૌથી મોટું પરિવર્તન છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Liberals projected to win majority". Toronto Star. October 19, 2015. મૂળ સંગ્રહિત થી October 20, 2015 પર સંગ્રહિત. Retrieved October 19, 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  2. "Justin Trudeau to be prime minister as Liberals surge to majority". CBC News. October 19, 2015. મૂળ સંગ્રહિત થી October 20, 2015 પર સંગ્રહિત. Retrieved October 19, 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  3. "Justin Trudeau plans to announce his cabinet Nov. 4". Toronto Star. October 20, 2015. મૂળ સંગ્રહિત થી October 21, 2015 પર સંગ્રહિત. Retrieved October 20, 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  4. "'We're back,' Trudeau tells allies abroad". Hamilton Community News. October 20, 2015. મૂળ સંગ્રહિત થી November 26, 2015 પર સંગ્રહિત. Retrieved October 20, 2015. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)