ટ્વિટર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ટ્વીટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજીક આપલે માટે નું માધ્યમ છે જેમાં સંદેશ ને ટ્વીટ કેહવામાં આવે છે અને આ સંદેશ 140 અક્ષરો સુધી મર્યાદિત છે. નોધણી કરાવેલ (રજીસ્ટર) વપરાશકર્તાઓ ટ્વીટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ જેઓ રજીસ્ટર નથી તે માત્ર તેમને વાંચી શકે છે. ઉપયોગકર્તા ટ્વીટર વેબસાઇટ ઈન્ટરફેસ, એસએમએસ અથવા મોબાઇલ ઉપકરણ એપ્લિકેશન મારફતે ટ્વિટર નો ઉપયોગ કરે છે. ટ્વિટર ની મૂળ ઓફિસ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સ માં આવેલ છે, અને સમગ્ર વિશ્વમાં 25 થી વધુ કચેરીઓ ધરાવે છે.[૧]

ટ્વીટર માર્ચ 2006 માં જેક ડોર્સીએ, નુહ ગ્લાસ, બિઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું અને જુલાઈ માં એને જાહેર જનતા માટે ખૂલું મુકવામાં આવ્યું, અને આ સેવાએ ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી. 2012 માં, 10 કરોડ કરતા વધારે વપરાશકર્તાઓ 34 કરોડ ટ્વીટ્સ એક દિવસ માં પોસ્ટ કરતા હતા, અને આ સેવાએ દિવસ દીઠ સરેરાશ 1.6 અબજ શોધ આદેશ સંભાળી.

2013 માં, તે દસ સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સ પૈકી એક હતી અને "ઇન્ટરનેટ એસએમએસ" તરીકે વર્ણવવામાં આવી હતી. માર્ચ 2016 ના રોજ, ટ્વિટર પાસે 31 કરોડ થી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ હતા.

પ્રથમ Twitter પ્રોટોટાઇપ, ડોર્સીએ અને ઠેકેદાર ફ્લોરિયન વેબર દ્વારા વિકસાવવામાં આવ્યું, સર્વપ્રથમ Odeo કર્મચારીઓ માટે આંતરિક સેવા માં ઉપયોગ કરવામાં આવ્યો અને સંપૂર્ણ આવૃત્તિ 15 જુલાઈ, 2006 ના રોજ જાહેર કરવામાં આવી હતી.

References[ફેરફાર કરો]

  1. "About Twitter" Retrieved April 24, 2014.